ઓવરબ્રિજમાં પડેલા ગાબડાનું સમારકામ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે રેલવે ઓવરબ્રિજમાં ગાબડુ પડતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી ગયા હતા. અચાનક રેલવે ઓવરબ્રિજમાં નીચેના પીલ્લરમાંથી માટી સરકતા ગાબડું પડ્યું હતું. જ્યાં પ્રાથમિક તપાસ કરતા રેલવે ઓવરબ્રિજની નીચે પ્લેટો સરકી જતા પીલ્લરમાંથી માટી નીકળવા લાગી હતી. જેથી આ અંગે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા અમદાવાદથી બ્રિજ એક્સપર્ટની ટીમે આજે દોડી આવીને તપાસ કરી હતી. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઓવરબ્રિજ એક સાઈડ બંધ કરવામાં આવ્યો છે. અને મરામતનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડીસા-રાધનપુર હાઈવે ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. બ્રિજના પિલ્લરમાંથી માટી નિકળતા પ્લેો સરકી ગઈ છે. હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફીક ડાયવર્ટ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.