શ્રી બાજોઠીયા સ્વયંભૂ મહાદેવના મંદિરનો પુનઃ જીર્ણોધ્ધાર

બનાસકાંઠા
palanpur
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર : ઉત્તર ગુજરાતમાં નામના ધરાવતું અને શિવભક્તોનો પ્રિય એવું ચમત્કારિક સ્વયંભૂ શ્રી બાજોઠીયા મહાદેવનું મંદિર પાલનપુરથી ૧૮ કિલોમીટરના અંતરે પ્રકૃતિનાં ખોળે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઉત્તર ગુજરાતમાંથી દૂર દૂરથી શિવ ભક્તો અહીંયા ખાસ કરીને શ્રાવણ માસમાં દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ
કરે છે.આ મંદિરનો ઈતિહાસ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલું છે. લોકવાયકા તથા દંત કથા મુજબ પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવતા હતા ત્યારે આ પવિત્ર ધામમાં પાંડવો આવ્યા ત્યારે ભગવાન શિવની બાજોઠ પર પૂજા કરી હોવાથી આ પવિત્ર સ્થળનું નામ શ્રી બાજોઠીયા મહાદેવ પાડવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે ભીમે અહિયાં વિશેષ પૂજા-અર્ચના પણ કરેલી છે. ત્યારથી અહીંયા જે શિવભક્તો શ્રાવણ માસમાં ચમત્કારી સ્વયંભૂ શિવને બીલીપત્ર ચડાવવા તથા પૂજા-અર્ચના કરે છે. તેમની મનોકામનાઓ ચોક્કસ થી પૂર્ણ થાય છે. આ સ્થળની વિશેષ ખાસિયત એ છે કે, બનાસ નદીના પટ પર આવેલ હોવાથી શ્રાવણ માસમાં શિવભક્તો બનાસ નદીમાં સ્નાન કરીને હવન, યજ્ઞ વગેરે પૂજાપાઠ અહીંયા કરે છે. શ્રી બાજોઠીયા મહાદેવ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ શૈલેષભાઈ જોશી તેમજ ટ્રસ્ટી ડોક્ટર કેતનભાઇ જોશી,મુકેશભાઈ મોદી, સંજયભાઈ મોદી, લલીતભાઈ માળી, નરેન્દ્રભાઈ સોની, યોગેશભાઈ જોષી (ચોક્સી), મોન્ટુભાઈ અગ્રવાલ,પ્રફુલભાઈ મોદી, તેમજ ટ્રસ્ટી સજ્જનસિંહજી, ભાવસિંહજી તથા ઘેમર ભાઈ ચૌધરી,નિલેશભાઈ મોદી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને વિકાસ સમિતિના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી શિવ મંદિરના જીર્ણોદ્ધારની સાથે સાથે મંદિર પરીસરની સુંદર રીતે ડેવલોપીંગ કરાયેલ છે. હોલ તથા નવું કિચન બનાવેલ છે. તથા પીકનીક પોઇન્ટના ડેવલોપીંગ માટે હાઇટ ઉપર સુંદર બેઠક વ્યવસ્થા તથા બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવેલ છે. પૂજા, હવન તથા પિકનિક કરવા આવતા લોકો માટે નવું રસોડું તથા હોલ પણ બનાવવામાં આવ્યો છે .આવનારા દિવસોમાં ભગવાન શિવની ૨૦ ફૂટ મોટી શિવમૂર્તિ તથા યજ્ઞ કુટીર બનાવવાનું કામગીરી હાથ ધરેલ છે. રાજ્ય સરકાર આ પવિત્ર ધામને પર્યટન સ્થળ તરીકે જાહેર કરે તો આવનારા વર્ષોમાં ટૂરિસ્ટો માટે ગુજરાતમાં મોટું પિકનિક સ્થળ અને શિવભક્તો માટે મોટું શિવધામ બની શકે તેમ છે. હાલમાં વર્ષે દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.