પાલનપુરના ખસા ગામની દક્ષા કરી રહી છે પુનર્જન્મનું રટણ : 2001 ભૂકંપમાં મરી ગઈ હોવાનો દાવો

બનાસકાંઠા
બનાસકાંઠા

હિન્દી બોલતી દક્ષા બની કોયડારૂપ: હિંદુ ધર્મમાં પુનર્જન્મની વાત કહેવામાં આવી છે. પરંતુ અત્યારે વર્તમાનમાં કોઈ કહે કે, આ મારો પુનર્જન્મ છે તો? જી હા, આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના ખસા ગામમાં સામે આવી છે. જેમાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા નામની ચાર વર્ષની બાળકીનું કહેવું છે કે, આ તેનો પુનર્જન્મ છે. આ પહેલા તે અંજારમાં હતી ત્યારે ભૂકંપ આવ્યો અને ધાબાનો સ્લેબ તેના પર પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે.

પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીયો અને રૂમાલના કારણે પ્રખ્યાત હતું. હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો ‘મા મુજે પાની દે’ જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી.

આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે, અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનર્જનમની વાતોથી તેમજ સાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.