થરાદના સીધોતરામાં દારૂ સામે ક્ષત્રિય ઠાકોર સેના ગ્રામ સમિતિની લાલ આંખ

બનાસકાંઠા
બનાસકાંઠા

બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ગ્રામ પંચાયતો દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે થરાદ તાલુકાના સિધોતરા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં ભેગા મળીને ગામમા દારુબંધીનો નિર્ધાર કરવામા આવ્યો હતો.

સીધોતરા દૂધ મંડળીના મંત્રી હરચંદજી ઠાકોરે જણાવ્યું હતું કે, યુવાનો દ્વારા ગામમા ચાલતા દેશી દારુના અડ્ડાઓ પર જઈને તે બંધ કરી દેવાની વિનંતી કરવામાં આવી હતી. અને જો કોઈ ગામમાં દારૂનું વેચાણ કરશે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખુલ્લી ચેતવણી પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગામ સમિતિ દ્વારા આપવામાં આવી. અને હવે પછી ગામમાં કોઈ દારુ વેચાતો ઝડપાસે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.