પાલનપુરના રામલીલા મેદાન ખાતે ભવ્ય આતીશબાજી વચ્ચે થશે રાવણ દહન
પાલનપુરમાં 61 ફુટ ઉંચા રાવણનું દહન કરાશે
51 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ કરાશે દહન
પાલનપુરના રામલીલા મેદાન ખાતે ભવ્ય આતીશબાજી વચ્ચે થશે રાવણ દહન
નવલી નવરાત્રિ બાદ વિજયા દશમીનું પર્વ આવી રહ્યું છે. ત્યારે પાલનપુર ખાતે વિજયાદશમીના પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રાવણ દહન માટે 61 ફુટ ઊંચો રાવણ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
પાલનપુર ખાતે રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે મથુરાથી આવેલ મુસ્લિમ પરિવાર વર્ષોથી પાલનપુર ખાતે રાવણ બનાવવાનું કામ કરી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ 51 ફૂટના રાવણ, 51 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવાનું કામ કરી રહ્યા છે.
વિજયાદશમી પર્વને લઈને શોભાયાત્રા સહિત રાવણ દહનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી ઓ ચાલી રહી છે. ત્યારે પાલનપુરની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રા સહિત રાવણ દહન ના કાર્યક્રમમાં પધારવા રામજી મંદિરના મહંત રાઘવદાસજીએ અનુરોધ કર્યો હતો.
રામલીલા મેદાનની સફાઈ હાથ ધરાઈ: પાલનપુરમાં વર્ષોથી ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન નો કાર્યક્રમ રામલીલા મેદાનમાં યોજાય છે. ત્યારે રામલીલા મેદાન ની સફાઈ માટે પાલિકાના સહયોગથી કામગીરી હાથ ધરાઈ છે. રામ સેવા સમિતિના અગ્રણી દિનેશભાઇ પંચાલ, શિવસેના ના પ્રમુખ કમલેશ મહેતા, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખ પઢીયાર, વનરાજસિંહ સહિતના અગ્રણીઓ રાવણ દહનના કાર્યક્રમના આયોજન માટે અપાર જહેમત ઉઠાવી રહ્યા છે.
શનિવારે યોજાશે રાવણ દહન: વિજયાદશમી પર્વ નિમિત્તે આગામી 12 મી ઓક્ટોમ્બરને શનિવારે બપોરે 2 વાગે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા લક્ષ્મણ ટેકરી ખાતેથી નીકળશે. જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ સાંજે છ વાગે રામલીલા મેદાનમાં પહોંચશે. જ્યાં ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે તેવું રામ સેવા સમિતિના અગ્રણી કમલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું.
Tags Dahan fireworks Palanpur's Ravana