બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ ધારકો ફિંગર પ્રિન્ટને લઇ ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામા સસ્તા અનાજ ની દુકાનમા રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજ મેળવવા માટે અંગૂઠાના નિશાન લેવાના સોફ્ટવેરમા ફેરફાર કરવાથી મોટાભાગમાં લાભાર્થીઓના ફિંગર મેચ ન થતા હોઇ આ રેશનકાર્ડ ધારકો સરકારી રાશનથી વંચિત રહેતા અને ગરીબ અને જરૂરીયાત મંદ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

રાજ્યમા સસ્તા અનાજની દુકાનોમાં જાન્યુઆરી માસથી જાહેર વિતરણ વ્યવસ્થામાં એન.એફ.એસ.એ અંત્યોદય યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા મફતમાં આપવાની અને તુવેર દાળ, ચણા, ખાંડ, મીઠું વગેરે નિયત રાહત દરથી વિતરણ કરવા બાયોમેટ્રિક ફિંગર મેચ કરીને ગ્રાહકોને જથ્થો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં ચાલુ માસથી અંગુઠાના નિશાન લેવાના સોફ્ટવેર કરેલ ફેરફારથી મોટાભાગના રેશનકાર્ડ ધારકોની ફિંગરપ્રીન્ટ મિસ મેચ થતાં આ લાભાર્થીઓને રાશન લેવા સસ્તા અનાજની દુકાનોના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. જેમાં રેશનકાર્ડ ધારકની ફિંગર પ્રિન્ટ ન મળવાને લઈ કેટલીક વાર ગ્રાહકો દુકાનદારો સાથે તકરાર પણ કરતા હોય છે. અને ડબલ ફિંગર ન આવતા તેઓ સરકારી અનાજથી પણ વંચિત રહી જાય છે.

જેને લઈ અગાઉ જિલ્લાના દુકાનદારો દ્રારા પણ આ સમસ્યા ના ઉકેલ લાવવા સરકારમાં રજુઆત કરાઈ હતી. ત્યારે સરકાર દ્રારા રેશનકાર્ડ ધારકોની ફિંગર પ્રિન્ટના સોફ્ટવેરમાં લાભાર્થીઓની ફિંગર મેચ થાય તેવો ફેરફાર કરાવી લાભાર્થી ઓને સરકારી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાવે તેવી ગરીબ લાભાર્થીઓમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

એકવાર ફિંગરથી અનાજ વિતરણ કરવા રજુઆત કરાઈ
બનાસકાંઠામાં અનાજ વિતરણમાં ફિંગર સોફ્ટવેરમાં ફેરફાર કરવાથી લાભાર્થીના બે વાર ફિંગર લેવામાં આવે છે. જેમાં કેટલાક લાભાર્થીના ફિંગર મળતા ન હોઈ જિલ્લાના દુકાનદાર એસોસિયેશ દ્વારા પણ અગાઉની જેમ એક ફિંગરથી અનાજની વિતરણ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.