થરાદમાં રામદેવપીરની જન્મજયંતી ભજન-સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

એવા ધોળી ધજાવાળા, લીલુડા ઘોડલાવાળા, અજમલજીના કુંવર અને રાણી નેતલદેના ભરથાર, બહેની સગુણાના વીર રામદેવપીર મહારાજની ગઈકાલે જન્મજ્યંતી હતી. આ પાવન દિવસની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણીઓ થઈ હતી. થરાદ ખાતે પણ રામદેવપીરની જન્મજ્યંતી પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રી જાગરણ, ભજનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.


ગતરાત્રે થરાદના શિવનગર, વડગામડા તેમજ મહેશ્વરી સોસાયટી ખાતે રામદેવપીરની જન્મજ્યંતી નિમિત્તે ભજન-કીર્તનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. થરાદ મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા બે મહિનાથી સાંચોર હાઇવે મહેશ્વરી સોસાયટીના નાકે રણુઝા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ સેવા કેમ્પના સમીયાણામાં ગત રાત્રી ભજન રાખવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં થરાદ શિવનગરના પ્રસિદ્ધ દેશી ભજનિક દાજીરામ ભક્ત દ્વારા બહુ જ આનંદદાયી ભજનો રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હર ઘર જ્યોત સમિતિના બનાસકાંઠા પ્રભારી કુંવરાભાઇ ડોહટ, વાલજીભાઇ ભઢીયા, રામભાઇ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.