વાવ-હાઈવે વિસ્તારમાં પડેલી અજાણી મહીલાને યુવાનોએ નવજીવન અપાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : એક કહેવત છે ને ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ તે પંક્તિ વાવ હાઈવે વિસ્તાર પર સાર્થક નીવડી છે. તા.૧-૮-ર૦ની મધ્યરાત્રી વાવ શહેરના વાવ સૂઈગામ રોડ પર લોકનિકેતન છાત્રાલયની બાજુમાં કોઈ અજાણ્યા લોકો એક મહિલાને બીનવારસી હાલતમાં છોડીને જતા રહ્યા હતા. જાેકે આ મહિલા એક આંકડાના છોડ વચ્ચે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી હતી કણસતી હતી. મોતની આખરી ક્ષણો હતી. સવારના સમયે ત્યાંથી પસાર થતા જીવદયા પ્રેમી અને નવ યુવાનોની નજર આ મહીલા પર પડતા તેઓએ તાત્કાલીન ગામના મુખી સરપંચ ઠાકરસીભાઈ વેણનો સંપર્ક કરતાં ઠાકરસીભાઈ વેણે તાત્કાલીન ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ના પાયલોટ અને ઈ.એમ.ટી. ર્ડાક્ટર ગણત્રીની મિનિટોમાં સ્થળ પર પહોંચી નિરિક્ષણ કરી હાથમાં ગ્લોઝ પહેરી સેવાભાવી યુવાનોના સહયોગથી મહીલાને વાવ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારે રવિવારે રજાના દિવસે ફરજ પરના તબીબ ર્ડા.મકવાણાએ તાત્કાલિન મહીલાની સારવાર ચાલુ કરી હતી. અને જણાવ્યું હતું કે આ મહીલા ખોરાક વિના બે હાલ થઈ ગઈ છે. ત્યારે સેવાભાવી યુવાનોએ તાત્કાલીન પાણી-બિસ્કિટ આપતાં મહીલાના ચહેરા ઉપર ખુશીનું સ્મીત જાેવા મળ્યું હતું એક તરફ સારવાર અને બીજી તરફ ખોરાક અને ત્રીજી તરફ સેવાભાવી લોકોની હુંફ મળતાં મહીલામાં નવો પ્રાણ પુરાયો હતો. ત્યારબાદ તાત્કાલીક સેવાભાવી બંધુઓએ નવા કપડાં લાવી મહીલાને પહેરાવ્યા હતા. વિશેષમાં નાસ્તા-પાણી-ડીસ જેવી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરાઈ હતી. આ બાબતની જાણ થતાં પોલીસ તંત્ર વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પહોચ્યું હતું. ફરજ પરના તબીબ ર્ડા.મકવાણાએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે આ અશક્ત મહિલા ખોરાકના અભાવે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તેને સારવાર અને ખોરાક મળતાં હવે તે બચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાભાવી નવ યુવાનો તાત્કાલીક મહીલાને સારવાર અર્થે ખસેડતા અજાણી મહીલાને નવ જીવન મળ્યું છે. આ મહીલાને નવજીવન અપાવવામાં ૧૦૮ ના પાયલોટ, ઈ.એમ.ટી. ર્ડા.મકવાણા-(તબીબ વાવ રેફરલ) સરપંચ-વાવ ઠાકરસીભાઈ વેણ સેવાભાવી મિત્રોમાં ભરતસિંહ ગજેન્દ્રસિંહ રાજપૂત, નરેશ વેંઝિયા, વિષ્ણુભાઈ મહારાજ (આનંદ હોટલ) જસવંત સુથાર વિક્રમ કાતરેચા, ધુપલ-જયસ્વાલ સહીત અન્ય કેટલાક સેવાભાવી મિત્રો મદદરૂપ બન્યા હતા. તેમની કામગીરીને સલામ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.