ડીસામાં ટ્રેઈલરની ટક્કર વાગતાં યુવાનનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના આરટીઓ ચાર રસ્તા નજીકથી શનિવારે મોડી સાંજે ૩૦ વર્ષીય અજાણ્યો યુવક પસાર થઇ રહ્યો હતો. જે દરમ્યાન રાધનપુર તરફથી આવી રહેલ આરજે-૧૮-જીબી-૧૪૭૯ નંબરના ટ્રેલર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેલર હંકારી યુવકને ટકકર મારી હતી. આથી ગંભીર રીતે ઘવાયેલ યુવક નીચે પટકાતા લોકોના ટોળેટોળાં એકઠા થયાં હતાં. ૧૦૮માં યુવકને સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જ મોત નિપજયું હતું. આ અંગે પ્રધાનજી પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.