દાંતીવાડા નજીક વિદેશી દારુ ભરેલી ગાડી ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા  : દાંતીવાડા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.ચૌધરી તથા અ.પો.કો. ચિરાગસિંહ વાઘસિંહ, આ.પો.કો. ગજેન્દ્રદાન શેષકરણદાન વિગેરે માણસો બાતમી હકીકત આધારે દાંતીવાડા ત્રણ રસ્તા મુકામે નાકાબંધીમાં હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને રોકાવી ગાડીમા જોતા ગાડીનો ચાલક તથા તેની બાજુમા એક બીજો ઇસમ બેઠેલ હતો અને ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ હતી. આથી ગાડીના ચાલકનુ નામઠામ પુછતા તેનુ નામ ભરતભાઇ વસનારામ પંચાલ રહે.હીરપુરા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) તથા ગાડીમા બેઠેલ બીજા ઇસમ અશોકકુમાર કાનારામ ચૌધરી ઉ.વ.૨૮ રહે.હીરપુરા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) વાળાઓ હોવાનુ જણાવેલ અને ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી કંપની બોટલો તથા બીયર ટીન કુલ નંગ-૨૮૮ કિ.રૂ.૭૬,૫૮૪ નો મુદામાલ મળી આવેલ તેમજ મહીન્દ્રા જાયલો ગાડી નં. જીજે.૦પ. જેએમ.૮૭૧૪ કિ.રૂ.૧,૫૦,૦૦૦ તથા પકડાયેલ ગાડીના ચાલક તથા તેની સાથેના ઇસમની અંગઝડતી કરતા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦ એમ કુલ કિ.રૂ.૨,૪૧, ૫૮૪નો મુદામાલ મળી આવતા પકડાયેલ બંને ઇસમો વિરુદ્ધમાં દાંતીવાડા પો.સ્ટે. પ્રોહિબિશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.