લાખણીના કોટડા ગામમાં ઘરફોડ ચોરી કરનારા બે ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ લાખણી  : લાખણી તાલુકાના કોટડા ગામમાં રહેતી ચંપાબેન ધરમાંજી ઠાકોર નામના ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાના એકલતાનો લાભ અંધારામાં ગામનાં જ બે ઈસમોએ મહિલાના મકાનના પતરા ખસેડી ૨૫૦ ગ્રામ વજનના પગમાં પહેરવાના તોડા અને ૧૦,૦૦૦ રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો. જે ઘટનાની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાઈ હતી.
જે અનુસંધાને આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી. એન. જાડેજા અને તેમની ટીમ દ્રારા ચોરીનો પર્દાફાશ કરી કોટડા ગામના અશોક હેદૂજી ઠાકોર અને મુકેશ સવસિજી ઠાકોર ને મુદ્દામાલ સાથે ઝડપી બન્ને શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.