ડીસા – ધાનેરા રોડ પર કંસારી નજીક ગમખ્વાર અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે શહેરી વિસ્તારોમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે. રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળે છે. તેમ છતાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ ડીસા – ધાનેરા રોડ ઉપર આવેલ કંસારી ગામ નજીક રવિવારની મોડી રાત્રે બે ટ્રક સામ સામે ધડાકાભેર ટકરાઇ હતી. જોરદાર ટકકરના કારણે બન્ને ટ્રક આગમાં લપેટાઈ જવા પામી હતી જે આગની વિકરાળ જ્વાળામાં ટ્રકમાં ફસાયેલ એક ટ્રક ચાલકનું સળગી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મોડી રાતે પણ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાદમાં આગના પગલે ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટિમ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જો કે મૃતકની મોડે સુધી ઓળખના થતા હાલ તો પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલકના મોતના પગલે પંથકમાં અરેરાટી છવાઈ હતી. આ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.