થરાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ ઢીમા રોડ પર શુક્રવારની રાત્રે બે હાઇવા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. સુમાહિતગાર સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શુક્રવારની રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે થરાદ ઢીમા રોડ પર બે હાઇવા ટ્રક સામસામે અથડાયા હતાં. આથી રેત ખાલી કરીને આવી રહેલો એક હાઈવો ટ્રક અક્સ્માત બાદ રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યો હતો. જોકે અકસ્માતમાં બંનેના ચાલકોનો બચાવ થવા પામ્યો હતો. કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટના ટળવા પામી હતી.