રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને લોકસભાના સાસંદ શોભનાબેન બારૈયાએ માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે હાલમાં લોકસભા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે 11 જૂનના રોજ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને 12 જૂનના રોજ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા પણ જોડાયા હતા. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ મંદિરના શિખર ઉપર બંને મહિલા સાંસદોએ ધજા અર્પણ કરી હતી.

અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરની ગાદીમાં પણ તેમને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું. દાંતાના ભાજપના કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયા જીતશે તો ધજા ચઢાવવાની માનતા માની હતી. તે માનતા પણ સાંસદની હાજરીમાં પૂરી કરાવી હતી.

અંબાજી મંદિરમાં આવેલા શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આજે કરોડો જનતાના આશીર્વાદના કેન્દ્ર જગતજનની અંબાના દર્શન કરવા આવ્યા છીએ, જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજયી બનાવ્યા છે. જનતાની સુખાકારી માટે અને કલ્યાણ માટે અમે આજે જગતજનનીને પ્રાર્થના કરીએ છીએ. આવનારા સમયમાં ગુજરાતની જનતા વડાપ્રધાન મોદીના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાલકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે. અમે 2 સાંસદો સાબરકાંઠામાં હોવા છતાં ગેનીબેન દ્વારા જે વાત કરાઈ છે તેમાં વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.