
રાજકોટ ટ્રેડિશનલ ડ્રેસ સંઘ અંબાજી પહોંચ્યો
ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ આજે અંબાજી આવી પહોંચ્યો હતો. છેલ્લા 22 વર્ષથી આવી રીતે પણ રાજકોટનો સંઘ અંબાજી આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે. 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી અને રાજકોટનો આ સંઘ 12મા દિવસે અંબાજી પહોંચે છે.પ્રખ્યાત રાજકોટનો પગપાળા સંઘ આજે અંબાજી મંદિરમાં પહોંચ્યો હતો. ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા રાજકોટના સંઘના પદયાત્રીઓએ મા અંબાના ચાચર ચોકમાં ગરબા કર્યા હતા. ઉપરાંત તલવારબાજી પણ કરી હતી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. પહેલા જ્યારે આ સંઘની 400 પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો, પરંતુ તેમના ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે સંઘના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરે છે અને રાજકોટથી અંબાજી સુધી પદયાત્રા કરી અને અંબાજી પહોંચી અને મા અંબાની ધન્યતા અનુભવે છે.
‘માતાજીને ગમે એટલે પદયાત્રા દરમિયાન દરરોજ અલગ અલગ ડ્રેસ પેહરિયે’ માતાજીને સોળ શણગાર ગમે છે. જેથી અમે પણ માતાજીને ગમતું અને અમને પણ દરરોજ અલગ અલગ શણગાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. જ્યારે પણ આપને ઘરે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ હોય છે. ત્યારે સરસ રીતે તૈયાર થઈને જઈએ છીએ ત્યારે આ માતાજીનો મહાઉત્સવ છે. ત્યારે માતાજીને ગમતા ડ્રેસમાં દરરોજ પગપાળા સંઘમાં બોલ મારી અંબે જય જય અંબેની સાથે આજે અમે માતાજીના ચાચર ચોકમાં આવ્યા છીએ. માતાજીનો એક એવો આશીર્વાદ અમારા સંઘના ઉપર છે કે અમે 400 કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી 12 દિવસે અંબાજી આવીએ છીએ છતાં અમને લાગે છે કે અમે કાલે નીકળ્યા હોય અને આજે અંબાજી મંદિરમાં પહોચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે.