આબુરોડ પર એક યુવકને લૂંટી તેના પર હુમલો કરી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા બે આરોપીને રાજસ્થાન પોલીસે ઝડપ્યાં
રાજસ્થાનના આબુરોડ રીકો મવાલ પાસે થોડા દિવસ અગાઉ થયેલી લૂંટ વિથ મર્ડરના આરોપીઓને રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિત 200થી વધુ લોકોની પૂછપરછ બાદ બંને આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે.
19 મેં 2024 ના રાત્રિના સમયે રાજસ્થાનના રિકો ગ્રુપ સેન્ટર માવલ પાસે એક શ્રમિક ધનંજય મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જે સમયે બે અજાણ્યા વ્યક્તિઓ ધનંજય પાસે આવી તેની સાથે લૂંટ કરી હથિયારો વડે હુમલો કરી શરીરને ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જે બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ રાજસ્થાન પોલીસને થતા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી મૃતક ધનંજયની લાશને કબજે લઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરતા રાજસ્થાન પોલીસે ઘટના સ્થળ તેમજ તે વિસ્તારના સીસીટીવી તપાસ કરવામાં આવ્યા હતા. મર્ડર વીથ લૂંટના આરોપીઓની શોધખોળમાં રાજસ્થાન પોલીસે 200 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા એક આરોપી રાજસ્થાનના સુંધામાતા જંગલમાંથી તેમજ એક આરોપીને દુર્ગમ પહાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યાં છે.
આરોપી : મંગલરામ ઉર્ફ મંગલુરામ સોનારામ ગરાસીયા રહે, નઈવેલા ઉપલા આબુરોડ રિકો અને વરદારામ ઉર્ફ વરદિયા શંકરલાલ ગરાસીયા રહે,નઈવેલા ઉપલા આબુરોડ રિકો.