વરસાદી માહોલ : બનાસકાંઠા જિલ્લામાં દિવસભર કાળાડિબાંગ વાદળો છવાયા | હળવા થી મધ્યમ વરસાદ યથાવત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વરસાદી સિસ્ટમોને લઈ અનેક સ્થળો  ઉપર ભારે વરસાદની આગાહી

વરસાદી માહોલ વચ્ચે પૂર્વ દિશામાં મેઘ ધનુષ્ય નો નજારો જોવા મળ્યો: રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સોમવારના દિવસભર કાળાડિબાંગ વાદળો છવાયા રહ્યા હતા. અને તેની સાથે કેટલી જગ્યાએ હળવા થી મધ્યમ વરસાદ પણ થવા પામ્યો છે જે સાંજ ના સમયે પણ અનેક વિસ્તારોમાં  વરસાદની શરૂઆત થઈ હતી.

જેમાં રવિવારના રોજ પણ અનેક સ્થળો ઉપર વરસાદ વર્ષો તો જેમાં ધાનેરા ડીસા અમીરગઢ ના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હજુ વાવ પાલનપુર સુઈગામ વડગામ ભાભર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવા પામ્યો છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી સમયમાં અનેક સ્થળો ઉપર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતોને વાવણીની શરૂઆત કરવા જઈ રહ્યા છે પરંતુ સતત વરસાદી ઝાપટા ને લઈ વાવણી ઉપર પણ બ્રેક લાગી છે.

બનાસકાંઠા જિલ્લામાં મેઘ ધનુષ્ય નો નજારો જોવા મળ્યો: ચોમાસાની ઋતુમાં મોટેભાગે મેઘ ધનુષ્ય નો નજારો જોવા મળતો હોય છે તે જ રીતે સોમવારના સાંજના સમયે પૂર્વ દિશામાં વરસાદી માહોલ વચ્ચે મેઘ ધનુષ્ય નો અનોખો નજારો જોવા મળતા લોકોમાં પણ કુદરતી શોભા ને નિહાળી આનંદ માણ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી: સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે રાજ્ય ઉપર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ને લઈ અનેક સ્થળો ઉપર ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.