બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત : દાંતા માં સતત બીજા દિવસે પણ બે ઇંચ થી વધુ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લાના અન્ય ભાગોમાં પણ છુટા છવાયા સ્થળો હળવા થી મધ્યમ વરસાદ

બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી

સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં જૂનના અંતિમ દિવસોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સતત બીજા દિવસે પણ જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ થવા પામ્યો છે જેમાં અરવલ્લીની માળામાં આવેલા અંબાજી અને દાતા વિસ્તારમાં સતત બીજા દિવસે પણ બે ઇંચ થી વધુ વરસાદ પડતા ડુંગરાઓમાં પાણી વહેવા લાગ્યું હતું આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિયોદરમાં પણ બપોરના સમયે એક ઇંચ જેટલો વરસાદ પડતાં દિયોદરમાં પણ સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત જોવા મળી હતી જ્યારે વાવ અમીરગઢ ઈકબાલગઢ પાલનપુર સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાઓ પડ્યા હતા જેને લઇ ધરતીપુત્ર સહિત આમ પ્રજાજનોમાં ભારે ખુશાલી વ્યાપી છે વરસાદી માહોલ વચ્ચે ભારે ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદના આગમન સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.

બનાસકાંઠા જિલ્લામાં હજુ અગામી સમયમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ: હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજે પણ છુટા છવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે તે પ્રમાણે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી શક્યતાઓ રહેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તા ૨૬/૬/૨૪ સાંજે ૬ કલાક સુધી

વાવ   –  ૨ મીમી

અમીરગઢ – ૧ મીમી

દાંતા   –   ૫૮ મીમી

દિયોદર  –  ૨૦ મીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.