પાલનપુરમાં 43 MM સહિત અનેક તાલુકામાં વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનચાલકોને હાલાકી પડી હતી. અમીરગઢમાં 12 MM, કાંકરેજમાં 37 MM, ડીસામાં 38 MM, પાલનપુરમાં 43 MM સહીત જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

જિલ્લાના ડીસા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના મોટાભાગના જળાશયો હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જોકે, બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં અને બનાસ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 12 MM, કાંકરેજમાં 37 MM, ડીસામાં 38 MM, દાંતીવાડામાં 11 MM, દિયોદરમાં 02 MM, ધાનેરામાં 01 MM, પાલનપુરમાં 43 MM, ભાભરમાં 02 MM, લાખણીમાં 02 MM અને વડગામમાં 63 MM વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.