ડીસા, ધાનેરા, ઈકબાલગઢ સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાનાં દાંતીવાડા ડીસા ધાનેરા ઈકબાલગઢ પાલનપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત. થઈ હતી. વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ધરતી પુત્રો પણ ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધવાની સાથે રાજ્યના ૬થી વધુ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જો કે, બફારાના કારણે લોકો હેરાન થયા હતા. જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને ત્યારબાદ તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. ૨૯મી મેએ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ૩૦મી મેએ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ૩૧મી મેએ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ૧ જૂન સવારે સાડા આઠ વાગ્યા સુધી વરસાદ પડવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.