
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાન વિભાગની અગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટના કારણે લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા.
જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરે છે અને સિંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી માત્ર વરસાદના પાણી પરજ નિર્ભર રહેતા હોય છે, તેવામાં એક મહિનાથી વરસાદ ખેંચાતા અનેક જગ્યાએ પાક સુકાવા લાગ્યો હતો જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે હવે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો. આજે વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.