બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)થરાદ, અંબાજી
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું સક્રિય બન્યું છે. જેમાં બે દિવસથી વિવિધ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંબાજીની બજારમાં નદીઓ વહેતી થઈ હતી. જ્યારે થરાદ મામલતદાર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે વર્ષામાપક યંત્રમાં શનિવાર અને રવિવારના રોજ બે દિવસમાં મળીને વધુ ૪૫ મીમી જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ પંથકમાં અગાઉના ૧૫૯ મીમી વરસાદમાં વધારો થતાં ફુલ વરસાદનો આંકડો રવિવારે સાંજે ૬ વાગ્યા સુધી ૨૦૩ મીમી થવા પામ્યો હતો. સરહદી પંથકમાં વરસી રહેલા વરસાદના કારણે ખેડુતો અને પશુપાલકોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી રહેલી જાેવા મળે છે. વરસાદના ઝાપટાના કારણે શહેરના નીચાણવાળા રસ્તાઓ પર પાણીનો ભરાવો પણ થવા પામે છે. જાે કે, દાંતીવાડામાં પોણા બે ઈંચ અને સુઈગામમાં પોણો ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે ડીસા સહિત અન્ય વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.