બનાસકાંઠા ના અમીરગઢ માં વરસાદે શ્રી ગણેશ કર્યા : ગરમીમાં લોકો ને રાહત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતભર માં આ વખતે ગરમી એ રેકોર્ડ સર્જ્યો છે. આગ ઓક્તી ગરમી થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેવામાં ગરમી થી આંશિક રાહત ગજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાથી મળી રહી છે. ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેવામાં અમીરગઢ તાલુકામાં વરસાદ ની એન્ટ્રી નહોતી થઈ. પણ મેઘરાજાએ કાલે રાત્રે એકાદ ઝાપટું પાડી ને ગરમી માં આંશિક રાહત આપી હતી. ત્યારબાદ આજે સવારે ફરી આગ ઓક્તી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. લોકો ગરમી ના લીધે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

આખા દિવસ ના ઉકળાટ બાદ બપોર પછી અમીરગઢ તાલુકાના સોનવાડી ઘાંટા વેરા જેવા વિસ્તારો માં છુટુ છવાયો વરસાદ થયો હતો. જેના લીધે ગરમી માં લોકો ને રાહત મળી હતી. અને લોકો વરસાદ આવવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા. સોનવાડી ઘાંટા વેરા વિસ્તારોમાં વરસાદ સારો પડતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા. બીજા અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાના કારણે લોકો ગરમી માં રાહત અનુભવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.