થરાદ હાઇવે રોડ પર છુટા ફરતા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
ધાનેરા હાઇવે રોડ પર રાત્રી દરમિયાન બેઠેલા ગૌવંશ વાહન ચાલકોને અંધારામાં દેખાય નહિ અને જેથી અકસ્માત સર્જાતા હોય છે. જે અકસ્માત ન થાય તે માટે અંધારામાં વાહનની લાઈટથી રિફલેક્ટ લાઈટ કરતી રેડિયમ પટ્ટીવાળા બેલ્ટ ગૌવંશના ગળામાં લગાવવાની કામગીરી ગૌમાતા બચાવો અભિયાનની ટિમ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં ધાનેરા પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. જેથી હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય જેમાં ખાસ ગૌ રક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૌવંશના ગળામાં લગાવવામાં આવેલા બેલ્ટ તેમની અને વાહન ચાલકોની સુરક્ષા માટે છે તો તેને કોઈપણ વ્યક્તિઓ દ્વારા નીકળવામાં ન આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.