રણુજા સંઘમાં જઈ રહેલા રાધનપુરના ભક્તને થરાદની નર્મદા કેનાલમાં કાળ ભેટ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનના રણુજા સુઘી પદયાત્રી સંઘ સાથે જઈ રહેલ રાધનપુર તાલુકાના યુવક શૌચક્રિયા બાદ કેનાલમાં હાથ ધોવા જતા પગ લપસતાં મોતને ભેટયો હતો.બનાવને પગલે અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી. થરાદ મીઠા હાઇવે પર જેકડા થી રાજસ્થાનના રણુજા બાબા રામદેવપીરની પદયાત્રાએ સંઘ જઈ રહ્યો હતો.જે સણધર નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી પસાર થતાં રાધનપુર તાલુકાનો ભરવાડ લાલાભાઇ શંભુભાઈ ઉર્ફે કાળુભાઈ નામનો ૨૨ વર્ષે યુવક શૌચક્રિયા બાદ હાથ ધોવા માટે કેનાલમાં ઊતર્યો હતો. આ વખતે અચાનક તેનો પગ લપસી પડતાં ક્ષણભરમાં તે ૧૫ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. સંઘમાં રહેલા અન્ય માણસોએ તેને પડતાં જાેઈ લેતાં બુમાબુમ કરતાં આજુબાજુના ખેડુતો બહોળી સંખ્યામાં કેનાલ પર દોડી આવ્યા હતા. જે પૈકી કોઈ રાહદારીએ થરાદ નગરપાલિકાની ફાયરબ્રિગડને જાણ કરતાં ફાયર ઓફિસર વિરમ રાઠોડ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને અડધો
કલાકની જહેમતભરી શોધખોળ બાદ કેનાલમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ યુવક આશરે ૨૨ વર્ષનો અને પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે પદયાત્રી સંઘ તથા થરાદ અને રાધનપુર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.