સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પોલીસની ગુંડાગર્દી સામે પાલનપુરમાં વિરોધ નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા 134

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબાની રંગત માણી રહ્યા હતા. ત્યારે પોલીસે કરેલા અમાનુષી અત્યાચાર સામે એબીવીપીએ આજે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં યુનિવર્સીટીની મંજૂરીથી નવરાત્રિ પર્વને લઈને ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં વિધાર્થીઓ ગરબાની મોજ માણી રહ્યા હતા. ત્યારે યુનિવર્સીટીની મંજૂરી લીધા વિના સુરતની ઉમરા પોલીસ ધસી આવી હતી. જે પોલિસે ગુંડાગર્દી કરતા વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી અને વિદ્યાર્થીનિઓ સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. જેને પોલીસ માટે શરમજનક ગણાવી એબીવીપીએ આજે પાલનપુર ખાતે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ જતાવ્યો હોવાનું પાટણ એબીવીપી વિભાગના સંયોજક ધવલ જાેશીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીના હોમટાઉન માં પોલીસની ગુંડાગર્દીને વખોડી કાઢતા એબીવીપીએ સત્વરે જવાબદાર પોલીસકર્મીઓને નિષ્કાશીત કરી તેમની પર ગુનો નોંધી માફી માંગે તેવી માંગ કરી હતી અને ૨૪ કલાકમાં કાર્યવાહી નહિ થાય તો રાજ્યભરમાંથી એબીવીપીના કાર્યકરો સુરત પહોંચી પોલીસ કમિશનરનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.