પાલનપુરમાં મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલાયો રૂ.1.91 લાખની સોનાની ચેઇન સાથે 5 આરોપીઓને દબોચી લેવાયા
પાલનપુર શહેર પશ્ચિમ તથા નેત્રમની ટીમે મિલ્કત સંબંધી અન ડિટેકટ ગુનાનો ભેદ ઉકેલતા 5 આરોપીઓને રૂ.1.91 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લામાં મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ડી.બી.પટેલ, પો.ઈન્સ. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનાઓ તથા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૦૨૪૦૬૪૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૦૪ (ર),૫૪ મુજબનો ગુનો શોધી કાઢવા સારૂ નેત્રમ બનસકાંઠાના CCTV કેમેરાની મદદથી હેડ.કોન્સ. લાલજી રતુજી તથા પો.કોન્સ. ઈમરાનખાન હયાતખાન નાઓએ માહિતી મેળવી હતી.
જેમાં આરોપીઓ પાટણ તથા અમદાવાદ વિસ્તારના હોવાની હકિકત જણાઈ આવતા આરોપીઓ (૧) કરણ ઉર્ફે કન્નો ગોવિંદભાઈ દેવીપુજક રહે.હરીપુરા છાપરા હાટકેશ્વર અમદાવાદ (ર) સીકંદર ઉર્ફે ચીંગો વિસાભાઈ દંતાણી રહે.ઈટોદા તા.ચાણસ્મા જી.પાટણ (૩) અરૂણ સુરેશભાઈ દંતાણી રહે.ફીજીકલ ગ્રાઉન્ડની સામે ખોખરા અમદાવાદ (૪) મહેશભાઈ ચમનભાઈ પટણી રહે. પટણી વાસ અઘાર તા.સરસ્વતી જી.પાટણ (૫) રાકેશજી ઓબજીજી ઠાકોર રહે.જાળેશ્વર પાલડી તા. સરસ્વતી જી.પાટણ વાળાઓને યુક્તિપ્રયુકિતથી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ છે. અને ચીલઝડપ કરીને લઈ ગયેલ પીળી ધાતુની સોનાની ચેન કિ.રૂ.૧,૯૧,૬૬૫/- નો મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.