ડીસા મત વિસ્તારમાં ભાજપ તરફી જંગી મતદાન થશે : પ્રવિણ માળી

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકશાહીના મહા પર્વમાં આજે હવે મતદાનની નિર્ણાયક ઘડી આવી પહોંચી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી માળીએ ધારાસભ્ય પદે નાતજાત કે પક્ષાપક્ષી વગર તમામ સમાજના કામો કરેલા છે. ડીસા પંથકના આજના વિકાસમાં તેમણે પાયાની ભૂમિકા ભજવી છે.તેમ કહેવું અસ્થાને નથી. જેના આપ સૌ વડીલો સાક્ષી છો.ત્યારે ડીસા તાલુકાના સર્વાંગી વિકાસ અને પાણીદાર બનાવવા સાથે ડીસાવાસીઓની સેવાના એકમાત્ર ઉદ્દેશ્યથી વિધાનસભામાં તેમનો પુત્ર પ્રવિણભાઈ માળીએ ભાજપમાં દાવેદારી કરી છે. અગાઉ તેઓએ ડીસા નગર પાલિકાના પ્રમુખ પદે રહીને પોતાની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય પારાયણતાંની ઝલક દાખવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં તેમને આ વખતે મતદારો તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. તેઓએ ડીસા મત વિસ્તારના પ્રજાજનોનો ભરોસો સાચો અને સાર્થક કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરું અને ભેદભાવ,પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર તમામ સમાજના કામો કરવાની ખાતરી આપી છે. ત્યારે ભાજપ તરફી જંગી મતદાન થવાનો તેઓએ વિશ્વાસ વ્યકત કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.