PM મોદી અંબાજીમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર અને સુરત બાદ હવે બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા. બન્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વિકસતી જાતિ કલ્યાણ, ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ગૌમાતા ગૌવંશના નિભાવવા માટેની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં નવરાત્રિના પાવન પર્વ અવસરે ગુજરાતના ગૌ વંશ અને ગૌમાતાના રખરખાવ નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવશે. વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોન્ચિંગ સમયે પાંચ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સહાયની રકમ અર્પણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.