આજે પ્રધાનમંત્રી મોદી મા અંબાના શરણે

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે ૩૦ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ મા અંબાના દર્શન અને આરાધના કરવા પધારી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઇ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. યાત્રા ધામ અંબાજી સહિત જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પણ લોકો સ્વયંભૂ સફાઈ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. અંબાજીમાં વડાપ્રધાનના આગમનને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજીમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઇનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંબાજીમાં સફાઇ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલની સૂચના પ્રમાણે અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. મા અંબાના ધામની સ્વચ્છતા અને પવિત્રતતા જળવાય તે માટે જિલ્લા વહીવટી તંત્રની સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓના સ્વયં સેવકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને સફાઈ કર્યો કરી રહ્યા છે.

UGVCL દ્વારા અંબાજીમાં મહા સફાઈ અભિયાન
આ સફાઇ અભિયાન અંતર્ગત આજે ત્રીજા દિવસે અંબાજીના વિવિધ માર્ગો પર ૭૦ જેટલાં અધિકારીઓ- કર્મચારીઓ અને તેમની ૧૦ જેટલી ગેન્ગ સફાઇ અભિયાનમાં જોડાઇ હતી. અંબાજી તરફના રસ્તાઓ ચોખ્ખા- ચણાક બનાવવા અને અંબાજીમાં ક્યાંય કચરો કે ગંદકી ન જોવા મળે તે માટે તંત્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની જુદી જુદી એજન્સીઓની મદદથી સ્વચ્છતા માટેની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

‘પ્રધાનમંત્રી મોદીનો સંકલ્પ ‘સ્વચ્છતા હી સેવા’
ઉલલ્લેખનીય છે કે, આપણા રાષ્ટ્રને સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ બે મહિના સુધી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં બનાસ વાસીઓ પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.