બનાસકાંઠામાં શાકભાજીના ભાવ વધ્યા : મોટાભાગની શાકભાજી રૂ.૧૫૦ થી ૨૦૦ કિલોના ભાવે પહોચી

બનાસકાંઠા
બનાસકાંઠા

પરપ્રાંતથી આવતી શાકભાજી ઘટવા પામી, શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો: ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં વરસાદના કારણે પરપ્રાંતથી આવતી શાકભાજી ઘટી જવા પામી છે. તેમજ શાકભાજીની આવક ઘટતા ભાવમાં પણ વધારો થયો છે. જેમા મોટાભાગની શાકભાજી રૂ.૧૫૦ થી ૨૦૦ના કિલો થઇ છે તેથી શાકભાજીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. જેમા ડુંગળીનો પ્રતિકિલો ભાવ રૂ.૫૦, ટામેટાના રૂ.૧૦૦ થયા છે.

આ સિવાય રૂ.૬૦ના કિલોએ મળતા ફ્લાવરનો ભાવ રૂ.૧૨૦ થી ૧૫૦ થયો છે. જ્યારે કોબી-લીંબુનો પ્રતિકિલો ભાવ રૂ. ૮૦ થયો છે. તેમજ રૂ.૫૦ના કિલોએ મળતા ભીંડાનો ભાવ રૂ.૧૦૦થી ૧૨૦ થયો છે, રૂ.૮૦ના કિલો મળતા ગવારનો ભાવ રૂ.૧૨૦ થયો છે. ચોળી રૂ.૧૨૦ રૂપિયે કિલો મળતી જેનો ભાવ રૂ.૩૦૦ થયો છે. રૂ.૭૦ના ભાવે મળતા ટિંડોળાનો ભાવ રૂ.૨૦૦ થયો છે. રૂ.૧૬૦ના કિલોએ મળતા આદુંનો ભાવ રૂ.૨૦૦ થી ૨૨૦ થયો છે. કોથમીરનો પ્રતિકિલો ભાવ વધીને રૂ.૯૦ થયો છે.

આમ ચોમાસાની શરૂઆતની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જેમા ભારે વરસાદના કારણે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવક ઘટી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.