
થરાદમાં યુધ્ધના ધોરણે દબાણો દુર કરાયા
થરાદમાં વહીવટદાર અને ચીફ ઓફિસર એકાએક એકશનમોડમાં આવતાં નગરમાં પાયાના પ્રશ્નો નિવારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જેસીબીની મદદથી કેટલાંક દબાણો દુર કરીને એસટી બસ સરળતાથી વળી શકે તેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મામલતદાર દિપક દરજી અને ચીફઓફીસર પાંચાજી માળી એકાએક એકશનમોડમાં આવતાં નક્કર કામગીરી હાથ ધરી હતી. જેમાં ગુરુવારે બંન્નેએ ટ્રાફિકને અડચણરૂપ તથા સ્વચ્છતા અભિયાન બાબતે કામગીરી હાથ ધરી હતી.જેમાં બળીયા હનુમાન પાસે ગોળાઇમાં રહેલી લારીઓ દુર કરાવી જેસીબીથી સફાઈ કરાવી જગ્યા ખુલ્લી કરાવી હતી. આ અંગે વહીવટદાર દિપક દરજી અને ચીફઓફીસર પાંચાજી માળીએ જણાવ્યું હતું કે ગોળાઇમાં દબાણોના કારણે એસટીબસને વળવામાં મુશ્કેલી પડતી હતી. તદુપરાંત વેપારીઓએ બહાર ગોઠવેલો માલસામાન પણ દુર કરાવવામાં આવ્યો હતો.અને જાહેરમાર્ગ પરનાં મોટરસાયકલ દુર કરાવ્યાં હતાં.નગરના બસસ્ટેશન વિસ્તારમાં રિક્ષાપાર્કિગ અને નગરમાં દ્વી ચક્રી અને ફોરવ્હીલર વાહનોને પાર્કિંગ ઉપરાંત ભુગર્ભ ગટરને નડતરરૂપ દબાણો દુર કરાવવામાં આવ્યાં હતાં.ચીફઓફીસર અને વહીવટદારની કામગીરીને લોકોએ આવકારી હતી.