દીઓદર તાલુકાના નવા ગામે ગૌચરની જમીનમાં દબાણ હટાવાયું

બનાસકાંઠા
બનાસકાંઠા 54

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર તાલુકાના નવા ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન પર અમૂલ લોકોએ ગેરકાયદેસર ગૌચરની જમીન કબ્જે લઈ દબાણ કરી ખેતીપાકોનું વાવેતર કર્યું હતું. જે અંગે ગામના જાગૃત નાગરીકો દ્વારા ગૌચરની જમીન પર દબાણ દુર કરવા માટે લેખીતમાં રજુઆત કરતાં ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને દબાણ દુર કરવા માટે વારંવાર નોટીસો આપવા છતાં દબાણ દુર ન કરાતાં ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી દીઓદરને જાણ કરવામાં આવતાં આજરોજ દીઓદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ સ્ટાફ સાથે જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે તેમજ ગૌચરની તમામ જમીન પર દબાણ ખુલ્લુ કરવામાં આવશે. તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.