ચડોતરના કમલમ ખાતે ભાજપે યોજી પ્રેસ કોન્ફરન્સ વાવમાં વિકાસની રાજનીતિની જીત થશે : જિલ્લા ભાજપ
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે ચડોતરમાં કમલમ ખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં વાવ માં ભાજપની વિકાસની રાજનીતિનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
ચડોતરના કમલમ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવે, અશ્વિન બેંકર, હેમાંગ પટેલ સહિતના અગ્રણીઓએ સંબોધી હતી. જેમાં ગુજરાત બાદ દેશમાં પણ સતત ત્રીજીવાર ભાજપની જીત થતા તેઓએ વાવમાં પણ વિકાસની રાજનીતિની જીત થશે તેવો દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજયથી લઈને દેશમાં ભાજપનું શાસન છે. ત્યારે વાવ પણ વિકાસથી વંચિત ન રહે તે માટે વાવમાં પણ ભાજપની જીત થશે તેવો દાવો જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કર્યો હતો.