વડગામ મામલતદાર કચેરી દ્વારા રિકવીઝીટ કરેલ વાહનોનું ભાડુ ન ચૂકવાતા ઉચ્ચકક્ષાએ રજૂઆત
વડગામ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં સરકારી કામકાજ માટે વડગામ તાલુકા મામલતદાર કચેરી દ્વારા રીકવીઝીટ કરેલ બે કમાન્ડર ગાડીનું ૪૦ દિવસનું મહેનતાણું ચૂકવવામાં નહીં આવતાં કમાન્ડર ગાડીના ગરીબ તેમજ મધ્યમ વર્ગના વ્યક્તિઓને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આ અંગે રીકવીઝીટ કરેલ કમાન્ડર જીપ નંબર જીજે ૦૪ ડી ૫૫૪૧ દલસંગજી ભૂપતાજી ઠાકોર વડગામ તેમજ વરવા ડીયાના ગુલાબજી બેચરાજી ચૌહાણ કમાન્ડર જીપ નંબર જીજે ૦૯-એચ ૨૫૩ના બંન્ને માલિકોએ જણાવ્યું હતું કે ૭ મહિનાનો સમય થયો હોવા છતાં વડગામ મામલતદાર કચેરી દ્વારા અમારા રિકવીઝીટ કરવામાં આવેલા વાહનોનું ભાડું ચૂકવવામાં આવતું નથી. ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું દલસંગજી ઠાકોર તથા ગુલાબજી ચૌહાણે જણાવ્યું હતું.