જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગના અટકાયતી પગલાં માટે સજજ આરોગ્યતંત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

પીવાના પાણીનો ક્લોરીન ટેસ્ટ તથા ક્લોરિન ટેબ્લેટ વિતરણ સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વરસાદનું જોર ઘટતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પાણીજન્ય રોગોથી બચવાના ઉપાય અને માર્ગદર્શન સાથે જરૂરી આરોગ્ય દવાઓના  વિતરણ સહિતના કામમાં આરોગ્યની ટીમો જોતરાઈ છે.

આરોગ્ય વિભાગ બનાસકાંઠા દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયતી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વરસાદ બાદ પાણી ઉતરતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે એન્ટી લારવા એક્ટિવિટી અને પીવાના પાણીનો ક્લોરીન ટેસ્ટ તથા ક્લોરિન ટેબ્લેટ વિતરણની કામ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત લોકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અંગે કઈ કઈ કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય ટીમ સાથે આંગણવાડી કાર્યકરો બહેનો પણ આ કામગીરીમાં જોડાઈ છે.

વરસાદી માહોલમાં આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખતા લોકોના સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે ગ્રામીણ વિસ્તારમાં દવાઓનો છંટકાવ, કલોરિનેશન અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકોને સાવચેતી રાખવા અને પાણીજન્ય રોગોથી બચવા માટેનું રાખવાની સાવધાની વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.