ડીસા તાલુકામાં વિદ્યુત બોર્ડની પ્રિ-મોન્સુનની કામગીરી કાગળ ઉપર કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ચોમાસા પહેલા વિધુત બોર્ડ દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં વીજ લાઈનની ચકાસણી કરવી અને વીજ થાંભલા તેમજ વીજ લાઈન સારી રીતે રીપેર કરવી જેથી સામાન્ય વરસાદમાં વીજળી ગુલ ન થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે પરંતુ ડીસા તાલુકામાં તો અવળીજ ગંગા જાેવા મળી રહી છે. વીજ લાઈન રીપેર કરવાની વાત તો દૂર રહી પણ વીજ લાઈન અને વીજ થાંભલા પર ચડેલું ઘાસ દૂર કરવાનો પણ વીજ કર્મચારીઓ પાસે ટાઈમ નથી. જેથી અનેક વિજ ફીડરોની લાઇન સામાન્ય વરસાદમાં જ ગુલ થઈ જઇ રહી છે. ઠેર-ઠેર વીજ થાંભલા અને વીજ લાઈન ઘાસમાં લપેટાયેલા જાેવા મળી રહ્યા છે અને આજ દ્રશ્યો વીજ કર્મચારીઓની કામગીરીની પોળ ખોલી રહ્યા છે છેલ્લા બે ચાર દિવસોથી સામાન્ય વરસાદમાંજ ડીસા તાલુકાના અનેક વિજ ફીડરોની વીજળી ગુલ થઇ રહી છે. બબ્બે દિવસ થવા છતાં વિજ પુરવઠો કાર્યરત ન થતા લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદના સમયે ફોન બંધ કરી દેનાર કર્મચારીઓ સામે પગલા ભરવામાં આવે
વિધુતબોર્ડના કર્મચારીઓ પોતપોતાનો ફોન બંધ કરી નાખે છે અને લોકોને જવાબ પણ આપતા નથી. જેથી વિજ કંપની દ્વારા ચોમાસુ ઋતુમાં અલગથી હેલ્પલાઇન નંબર શરૂ કરવો જાેઈએ. જેથી સામાન્ય વ્યક્તિ પણ આ હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરી શકે.

વીજતંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા
દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા દરેક લાઇન પર પ્રિ મૌન્સુન ની કામગીરી કરવા માં આવે છે અલગ થી કર્મચારીઓ ની ટીમ બનાવી તેની કામગીરી કરવા ની હોય છે પરંતુ માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોવાથી પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે.

સામાન્ય પવન અને વરસાદ થતાં વિજળી ગુલ
ડીસા તાલુકાના અનેક વિજફીટરોમાં વરસાદને લઇ વિજસમસ્યાઓ ઉભી થઈ હતી. જેમાં દામાથી ગોવિંદપુરા વિજ લાઈનમાં બે દિવસથી લાઈટ ચાલુ થઈ નથી. આવી અનેક વિજલાઈનોમાં લાઇટ ન મળતાં લોકો ભારે હાલાકી વેઠવી
રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.