ચિત્રાસણી પાસે વિદેશી દારૂની ખેપ સ્વીફ્ટ કારને પોલીસે ઝડપી લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ ચિત્રાસણી નજીક સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગરની ટીમે વોચ ગોઠવીને વિદેશી દારૂની ખેપ મારતી એક સ્વીફ્ટ ગાડી ઝડપી પાડી હતી. જેમાંથી રૂ.૧.૧૨ લાખની કિંમતનો દારૂનોજથ્થો મળી આવતા ગાડીમાં સવાર બે શખ્સોને ઝડપી પાડવામાંઆવ્યા હતા અને આ દારૂ ભરાવનાર, લાવનાર, મંગાવનાર, અને ગાડીના ચાલકના સંપર્કમાં રહેનાર સાત શખ્સો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જ્યારે સ્થાનિક પોલીસ ઉંઘતી રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજસ્થાનમાંથી મોટા પાયે ખાનગી વાહનો મારફતે ગુજરાતના વિવિધ શહેરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની સપ્લાય કરાઈ રહી છે. જેમાં આબુરોડ થી પાટણ જિલ્લાના મોટપ ગામે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ની ટીમે ચિત્રાસણી નજીક વોચ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી સિફ્ટ ગાડી આવતા તેને ઉભી રખાવી તલાશી લેતા ગાડી માંથી રૂ.૧.૧૨.૭૦૦ ની કિંમતની વિવિધ બ્રાન્ડ ની ૬૦૫ બોટલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા ગાડીમાં સવાર ધર્મેન્દ્રભારથી ઉર્ફે ચીકુ રતનભારથી ગોસ્વામી અને સુરેન્દ્રસિંહ ઉમેદસિંહ ડાભીની અટકાયત કરી દારૂ ગાડી,મોબાઈલ રોકડ સહિત રૂ.૩.૮૨.૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.અને તપાસ હાથ ધરાઈ હતી.

આબુરોડ થી આ દારૂ ભરાવનાર અશોક પ્રજાપતિ (મારવાડી), રાજકુમાર અને ગણેશ તેમજ દારૂ મંગાવનાર પાટણ જિલ્લાના મોટપ ગામના દિલીપ ઠાકોર તેમજ ગાડી ના ચાલક સાથે સંપર્કમાં રહી લોકેશન આપનાર રમેશ નારાયણલાલ જી ભાટી સામે પાલનપુર તાલુકા
પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવના પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો હોવાની ચર્ચાઓ પણ વહેતી બની છે.

દારૂની હેરાફેરીમાં સાત સામે ફરીયાદ
(૧)ધર્મેન્દ્રભારથી ઉર્ફે ચીકુ રતનભારથી ગોસ્વામી (ચાલક), (૨)સુરેન્દ્રસિંહ ઉમેદસિંહ ડાભી (ચાલક), (૩)અશોક પ્રજાપતિ (મારવાડી), (૪)રાજકુમાર, (૫) ગણેશ (ત્રણેય આબુરોડથી દારૂ ભરાવનાર), (૬)રમેશ નારાયણ લાલજી ભાટી (ગાડીના ચાલક સાથે સંપર્કમાં રહેનાર), (૭)દિલીપ ઠાકોર રહે.મોટપ જી.પાટણ( દારૂ મંગાવનાર)

ગાડીના ચાલકને દારૂની ખેપ મારવાનો ૨૨ હજાર પગાર
વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે ઝડપાયલ આબુરોડનો ધર્મેન્દ્રભારથી ઉર્ફે ચીકુએ પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું કે, તેને અશોક પ્રજાપતિ (મારવાડી) આબુરોડથી ગુજરાતમાં વિવિધ સ્થળે દારૂ પહોંચાડવાના બદલે માસિક ૨૨ હજારનો પગાર અને ટ્રીપ દીઠ ૫૦૦ વાપરવા અને તેના સાથી સુરેન્દ્રસિંહને પણ ટ્રીપ દીઠ ૧૫૦૦ ચૂકવવા માં આવતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.