અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનાની રાજસ્થાન અને ગુજરાતને જાેડતી અમીરગઢ બોર્ડર પર ચેકીંગ દરમ્યાન અમીરગઢ પોલીસને સફળતા મળી છે.
રાજસ્થાન તરફથી આવતી કન્ટેનર નંબર એચઆર.પપ ક્યું.૧૭૦૧ શંકાસ્પદ જણાતાં તેને રોકવી ચાલકને સાથે રાખી તપાસ કરતા બહારના ભાગ કરતા અંદરના ભાગમાં જગ્યા ઓછી હોવા જણાતા ઉપર ચડી ચેક કર્યું હતું.જેમાં ઉપરના ભાગે ગુપ્ત બોડીનું ઢાંકણું દેખાતા તે ખોલતા તળિયાથી ઉપર સુધી ગુપ્ત ખાનું બનાવેલ અંદાજે દસ ફૂટ ઊંચા અને ફૂટ પોહળાઇ ખાનામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ થતાં પેટીઓ અને ખીલી નંગ જેમાં કુલ પેટી નંગ ૭૬ છૂટક બોટલ નંગ ૨૪ બિયરના છૂટક નંગ ૧૮૦ કુલ મળી બોટલ નંગ ૩૮૪૦ કિંમત રૂ ૩,૪૭,૫૨૦ તથા મો ફોન નંગ ૧ કિંમત રૂ ૫૦૦૦ તથા કન્ટેનર ની કિંમત રૂ ૫,૦૦,૦૦૦ સાથે કુલ મળી ૮,૫૨,૭૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી પૂનમસિહ જુગલસિંહ શેખાવત રહે. આઈ એ એલ એમ સિયાસર યોગણ અલાદિંન કા બેડા ખાજુવલા બિકાનેર રાજસ્થાન (૨) રામપ્રસાદ અર્જુનરામ રહે. ભદાન તા જી.નાગોર રાજ. વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.