છાપી પોલીસે દારૂનું વેચાણ કરતા પાંચ ઠેકાણા ઉપર દરોડા પાડ્યા
(રખેવાળ ન્યૂઝ)છાપી, વડગામ તાલુકાના છાપી પોલીસની હદમાં દેશી દારૂ નું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ છાપી પોલીસે મંગળવારે કાર્યવાહી હાથ ધરી કુલ ૪૩ લીટર દારૂનો જથ્થો ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી હતી. જ્યારે ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસની હદમાં ગેરકાયદેસર જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરતા તત્વો વિરુદ્ધ છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરીની સીધી દેખરેખ નીચે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મેતા, પીરોજપુરા, નાનોસણા, નાગરપુરા તેમજ બસુના લેબલાપુરામાં સામુહિક દરોડા પાડી કુલ ૪૩ લીટર દેશીદારૂ નો જથ્થો (કિંમત રૂ. ૮૬૦) ઝડપી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીના કારણે દેશી દારૂનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કોની કોની સામે કાર્યવાહી કરાઈ
- રમીલાબેન નારણભાઇ માજીરાણા રહે. મેતા તા. વડગામ
- બાબુજી સેધાજી ઠાકોર રહે. નાનોસણા તા. વડગામ
- ચમનભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક રહે. નાગરપુરા તા. વડગામ
- શૈલેષભાઈ કપુરજી ઠાકોર રહે. બસુ તા. વડગામ
- વસરથભાઈ મેઘભાઈ ભીલ રહે. પીરોજપુરા તા. વડગામ