પાલનપુરમાં ઓનલાઈન ઈ-મેમાં ન ભરનાર સામે પોલીસની તવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા 71

પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારમાં સીસીટીવી લગાવામાં આવ્યા છે. જ્યાં ઇ-મેમા આપવાનું કામ કરે છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી રીક્ષા ચાલક, નો પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન હકારતાં સાધનોના ચાલકોને 49,263 ઇ-મેમા ઇસ્યુ કરવામા આવ્યા છે. ચાલકો ઇ-મેમો ન ભરતા મંગળવારે પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. પાલનપુર શહેરમાં ત્રણ સવાર બાઈક ચાલકોના 29,787, રોંગ સાઈડ વાહન હંકારનાર 1056, નો પાર્કિંગમાં પાર્ક કરતા 7026 અને ચાલુ ડ્રાઈવિંગે વાત કરતા 8581 ચાલકો સામે ઇ-મેમા આપવામાં આવ્યા છે. આમ પાલનપુરમાં અત્યાર સુધી 49,263 ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં 27,700 ઈ-મેમા ધારકો પાસેથી અંદાજે 54 લાખ જેટલી રકમની રિકવર થઈ હતી અને હજુ 25 હજાર જેટલા ઈ-મેમાની દંડની રિકવર રકમ બાકી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ઇ-મેમો ન ભરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. જ્યાં મંગળવારે કોઝી વિસ્તાર ખાતે તમામ રિક્ષાઓ અને કારને રોકી ઇ-મેમા ભરવા રોકવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.