ડીસામાં પોલીસ દ્વારા શાળા -કોલેજોની બહાર એન્ટી રોમિયો ડ્રાઇવ હાથ ધરાઈ
શાળા -કોલેજો બહાર ફરતા આવારા તત્વોમાં ફફડાટ: ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલની બહાર આજે એન્ટી રોમિયો ડ્રાઇવ હાથ ધરી ટુ વ્હીલરોના લાઇસન્સ ચેકિંગ, વિદ્યાર્થીઓના આઈકાર્ડ ચેકિંગ સહિતની કામગીરી કરી તેમજ શાળા કોલેજો બહાર વેચાતા તમાકુ ગુટકાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે. બી. દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફ સાથે આજે ઓચિંતી જ શાળા અને કોલેજોની બહાર એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસે શાળા, કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલ બહાર ફરતા લોકોના વાહન ચેકિંગ કરી ત્રણથી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત પોલીસે શાળા કોલેજના આઇડેન્ટી કાર્ડ પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શાળા કોલેજોની નજીકમાં વેચાતા તમાકુ ગુટખા બીડી સિગરેટનો જથ્થો જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હતી.
આ ઉપરાંત પીઆઇ કે.બી. દેસાઈએ ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન, કોલેજના સિક્યુરિટી ગાર્ડ સહિત પ્રિન્સિપાલ તેમજ કોલેજ સ્ટાફ સાથે ચર્ચા કરી તેઓની સમસ્યા જાણી હતી. જ્યારે પોલીસ ચોકીના સ્ટાફને હવે પછી ખાનગી વેશે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.