ડીસામાં સ્ત્રી સમાજના ગરબાના ડુપ્લીકેટ પાસ આવતા પોલીસ ફરિયાદ
ડીસા શહેરમાં સૌથી સારા ગરબા આયોજનના પાસ ડુપ્લીકેટ વેચાતા આયોજકો દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બહેનોની ડીસામાં સેવાભાવી સંસ્થા સ્ત્રી સમાજ દ્વારા વર્ષોથી શહેરના સૌથી સારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. સ્ત્રી સમાજના ગરબા માં લોકો હશે પરિવાર સાથે જોડાય છે જેથી આ ગરબાના પાસનું ખૂબ જ મહત્વ હોય છે અને તેનું દરેક જગ્યાએ વેચાણ કરવામાં આવતું નથી પરંતુ સ્ત્રી સમાજની બહેનો દ્વારા જ ઓળખીતા પરિવારોમાં વેચાણ કરવામાં આવે છે.
ત્યારે 5 ઓક્ટોબરે ડીસામાં સ્ત્રી સમાજના ગરબાના ડુપ્લીકેટ પાસ છપાયા હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેમાં ડીસાના સુજલ કેવલાણીએ રાજમંદિર પાસેથી એક વ્યક્તિ પાસે સ્ત્રી સમાજના પાસ હોવાથી તેને બહાર જવાનું હોવાથી એક પાસ રૂપિયા 1800 ભાવે એમ ત્રણ પણ ખરીદ્યા હતા. જોકે તેઓ પરિવાર સાથે ગરબામાં જતા બાઉન્સરે તેમને રોકી આ પાસ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓએ આ બાબત સ્ત્રી સમાજના સભ્યો સમક્ષ રજૂ કરતા સ્ત્રી સમાજના સદસ્ય ભ્રાંતિ સાંખલાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પાસ છપાવનાર અજાણા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.