ડીસામાં ૯૫.૮૪ લાખના વિદેશી દારૂ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશનના ૯૫ જેટલા ગુનાઓમાં પકડાયેલ ૯૫.૮૪ લાખ રૂપિયાના દારૂના મુદ્દા માલનો નાશ કરાયો હતો. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતમાં ૪૬૯૯૬ જેટલી બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું.
પોલીસ પણ દારૂની હેરાફેરી અટકાવવા માટે દિન રાત પ્રયાસો કરે છે જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસની હદ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર ૯૫ જેટલા ગુનાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ ઝડપાયેલા દારૂનો નાશ કરવા માટેની પરવાનગી મળતા આજે નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો. જેમાં ત્રણ વર્ષની અંદર અલગ અલગ ૯૫ જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલા ૯૫.૮૪ લાખ રૂપિયાની કિંમતની ૪૬,૯૯૬ જેટલી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. દિવસભર દારૂના મુદ્દામાલની ગણતરી કર્યા બાદ મોડી સાંજે એરપોર્ટ વિસ્તારમાં દારૂનો નાશ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.