મડાણા (ડાંગિયા) ગામમાં પોલીસ પર હુમલો થતા ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા 129

પાલનપુર તાલુકાના મડાણા(ડાંગિયા) ગામમાં નાનાભાઈને હુમલાખોરોથી બચાવવા જતા દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ હુમલાખોરોના ગુસ્સાનો ભોગ બન્યા હતા. જે હુમલામાં ઘાયલ પોલીસકર્મીઓને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવિણભાઇ રગનાથભાઈએ ગઢ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓનોનાનો ભાઈ વિનોદભાઈ કે જે મુકબધિર છે. જેને ડાંગિયા (મડાણા) ગામ ખાતે હુમલાખોરોથી બચાવવા પ્રવિણભાઇ તેમના સાથી પોલીસકર્મીઓ પરબતસિંગ ફોજાજી અને અશોકકુમાર ધનાજી સાથે દોડી આવ્યા હતા. જ્યાં પોતાના ભાઈને બચાવવા જતા મોટાભાઈ પ્રવિણભાઇ સહિતના ૩ પોલીસકર્મીઓ ઉપર પણ હુમલાખોરો ધારીયા અને ધોકા વડે ફરી વળતા તેઓ ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે ઇજાગ્રસ્ત પ્રવિણભાઈએ ગઢ પોલીસ સ્ટેશન ખાતે પોતાના પર થયેલા જીવલેણ હુમલા સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓની ગાડી ઓના કાચ ફોડી તોડફોડ કરનારા મડાણા (ડાંગિયા)ગામના (૧) મહેશભાઈ અમરતભાઈ રબારી (૨)કરમશી મફાભાઈ રબારી અને (૩) નિખિલભાઈ બાબુભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.