
ધાનેરા ખાતે કૃષિના કાયદાના વિરોધમાં પુતળા દહન કરે તે પહેલા પોલીસ પહોંચી
રાષ્ટ્રીય કીસાન સંગઠન અને સંયુકત કિસાન મોર્ચા દિલ્હીના આદેશ મુજબ બનાસકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય કીસાન સંગઠન બનાસકાંઠા દ્વારા દરેક તાલુકા મથકે સરકાર અને ઉદ્યોગપતિના પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ ખેડુતોથી સરકાર ડરે છે તેથી પોલીસને આગળ કરે છે અને રાષ્ટ્રીય કીસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી. કે.કાગ અને તાલુકા પ્રમુખ શંકરભાઇ વાગડાની ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે નેનાવા ત્રણ રસ્તા પાસે પુતળા દહન કરવા જતા પોલીસ દ્વારા ઘરપકડ કરી પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરવામાં આવ્યા હતા.
જીલ્લા પ્રમુખ દોલાભાઇ વાગડાની આગથળા પોલીસ દ્વારા પુતળા દહન કરે તે પહેલા જ અટકાયત કરી હતી અને પાલનપુર પોલીસ દ્વારા જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણની તેમના ઘરેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી તેમજ વાવ પોલીસ દ્વારા પ્રદેશ મંત્રી રામસિંહ ગોહીલની વહેલી સવારે તેમના ઘરેથી અટકાયત કરી વાવ પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરવા આવ્યા હતા.