લગ્ન અને મરણ પ્રસંગે કસુંબા પ્રથામાં અફીણ ડોડાનું સેવન બંધ કરવા પોલીસની અપીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પોલીસે પંથકમાં સામાજીક પ્રસંગોમાં કસુંબા લેવાની બદી સામે લાલ આંખ કરતાં જો આવી અસામાજીક પ્રવૃતી ઝડપાશે તો પગલાં ભરવાની ચિમકી આપી હતી.નોંધનીય છે કે એકલા થરાદ પંથકના અમુક ગામોમાં જ વરસમાં કરોડ રૂપીયાનું અફિણ પીવાતું હોવાની ચર્ચા ચારેકોર ફેલાયેલી છે. થરાદ ડી.વાય.એસ.પી.ને પંથકમાં વિવિધ ગામોમાં વિવિધ સમાજમાં ચાલતી અફિણના કસુંબાની બદી અંગે ધ્યાન આપતાં તેમણે લગ્ન અને મરણ પ્રસંગે કસુંબા પ્રથામાં અફીણ ડોડાનું સેવન બંધ કરવા અપીલ કરી હતી. તેમજ આવી પ્રવૃતીને અટકાવવા માટે અફીણ ડોડા કે અન્ય નશીલા પદાર્થનું સેવન કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસતંત્ર અફીણ ડોડા જેવા નસીલા પદાર્થનું સેવન કરનારા કે વેચનારા ઓ પર બાજ નજર રાખવામાં આવશે. દરેક સમાજને મરણ કે લગ્ન પ્રસંગોમાં કુરિવાજો બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. ડીવાયએસપી એસએમ વારોતરીયાએ થરાદ પંથકની જાહેર જનતાને અપીલ કરતાં અનુભવે જણાયેલ બાબતે જણાવ્યું હતું કે મરણ અને લગ્ન પ્રસંગે અફીણના કસુંબા લેતા હોય છે.આથી ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના મુજબ યુવાધન રવાડે ચડીને બરબાદી તરફ ધકેલાતું હોય છે. આથી આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.સાથે સાથે સાટાપ્રથામાં અનેક મહિલાઓનું જીવન પણ બરબાદ થતું હોય છે. આથી પોલીસ તેમજ ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પ લાઇનની મદદ લેવાની અપીલ કરી હતી. સાથે સાથે યુવાનોને વ્યસનથી દુર રહેવા અને કોઇ પણ આક્સ્મિક બનાવોમાં પુરાવાનો નાશ થાય તે પહેલાં પોલીસને જાણ કરવાની પણ અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.