થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું; ફાયર ટીમે કેનાલમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રાજસ્થાન બોર્ડર પર આવેલા રડકા અને સીલુ વચ્ચે એક યુવક કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ ફાયર ને આવતાં ફાયર ટીમે કેનાલમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો.
થરાદ થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની છે તેમ વારે ઘડીએ લોકો કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા હોય છે ત્યારે વધુ એક બનાવો આજ રોજ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા રડકા અને શીલુ વચ્ચે મુખ્ય કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હોવાનો કોલ થરાદના નગરપાલિકાના ફાયર વિભાગને મળતા ફાયર ટીમ અને નગરપાલિકાના તરવૈયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 30 મિનિટની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
થરાદ નગરપાલિકાની ફાયર ટીમે માહિતી આપી હતી કે આજરોજ મુખ્ય નર્મદા કેનાલમાં રાજસ્થાન જીરો પોઈન્ટ રડકા અને સીલું પુલ વચ્ચે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ધટનાસ્થળે પહોંચી 30 મિનિટની શોધખોળ બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળી તેનાં વાલી વારસાને સોંપેલ હતો. યુવક વેણ અશોકભાઈ મેઘાભાઈ ગામ. કુંભારડી તાલુકો.વાવ ઉંમર વર્ષ આશરે 20 અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી.