બનાસકાંઠામાં ૪,૭૬,૫૧૩ હેકટર જમીનના ખરીફ પાકોનું વાવેતર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૭૬૫૧૩ હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ખરીફ પાકોમાં ૩૮૫૬૬
હેકટર વાવેતરનો વધારો થયો છે.મુખ્યત્વે ખેતી ઉપર ર્નિભર બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલ કાંઠા સહિત ના વિવિધ પાણીદાર વિસ્તારમાં ખેડૂતો દરેક સિઝનના પાકોનું વાવેતર કરે છે અને પાણીની અછત ધરાવતા વિસ્તાર ના લોકો ચોમાસુ પાકોનું વાવેતર કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. જેમાં હાલ ચોમાસાની સિઝનમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ પોતાનાખેતરોમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. જ્યારે જંગલ અને પર્વતીય વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં માત્ર ૧૦૧૬૪ હેકટર જમીનમાં વાવેતર થવા પામ્યું છે.

૧૨૫૪૨૧ હેકટરમાં બાજરી ,૧૧૯૭૮ હેકટરમાં મકાઈ,૧૩૬ હેકટરમાં તુવેર,૫૨૧૨ હેકટરમાં મગ,૧૪૬૮ હેકટરમાં અડદ,૧૨૫૧૭૨ હેકટરમાં મગફળી,૫૮૫ હેકટરમાં તલ, ૮૪૭૬ હેકટરમાં દિવેલા,૩૪૪૧૯ હેકટરમાં કપાસ,૩૧૧૭ હેકટરમાં ગુવાર,૫૭૩૦ હેકટરમાં શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરાયું છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ૪૩૭૯૪૭ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું જેમાં ચાલુ વર્ષે સારા પ્રમાણમાં અને વાવણી લાયક વરસાદ પડતા ૪૭૬૫૧૩ હેકટરમાં વાવેતર થયું છે જેમાં ગત વર્ષની તુલનામાં ૩૮૫૬૬ હેકટર જમીનમાં વાવતરનો વધારો થયો છ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.