યાત્રાધામ બાલારામ નદીમાં ગંદકીથી યાત્રાળુઓમાં કચવાટ

બનાસકાંઠા
બનાસકાંઠા 140

ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા બાલારામ ખાતે શિવજીનું મંદિર આવેલુ છે. જેની બાજુમાંથી બાલારામ નદી પસાર થાય છે.બાલારામમાં આવતા
પર્યટકો દ્વારા નાસ્તાનો કચરો તેમજ ખંડીત મૂર્તીઓ અને ભગવાનના ફાટેલા-તુટેલા ફોટા નદીમાં નાખવામાં આવે છે. જેના કારણે નદી ગંદકીથી ખદ્દબદી રહી છે. લાંબા સમયથી સફાઇ ન થયેલી હોવાના કારણે કચરાના થર જામી ગયા છે. અને ભૂંડ પણ નજરે પડી રહ્યા છે.સ્વૈચ્છિક સંસ્થાઓદ્વારા નદીની સફાઇ કરવામાં આવે તે જરૂરી છે. બનાસકાંઠામાં લાંબા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી હતી. કોરોનાના કેસોમાં ઘટાડો થતા મંદિરો ખોલવામાં આવ્યા છે. જેથી રજાના દિવસે ધાર્મિક સ્થળો પર લોકોનો ધસારો જાેવા મળી રહ્યો છે. પાલનપુર તાલુકાના બાલારામ ખાતે શિવજીનું અતિપ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિરના ઘેરાવામાં લીલા ઝાડ આવેલા હોવાથી આ સ્થળ રમણીય બન્યુ છે. આ મંદિરે શ્રાવણ માસના સોમવારે મેળો ભરાય છે. અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાલારામ ખાતે આવી શિવજીના દર્શન કરતા હોય છે.પરંતુ કોરોના કારણે લાંબા સમયથી મેળાવડાઓ બંધ છે.પરંતુ પરિવારના સભ્યો રજાના દિવસે પર્યટકો બાલારામ ખાતે આવતા હોય છે.અને શિવજીના દર્શન કરી બાજુમાં આવેલ બાલારામ નદીના પટમાં બેસી કુદરતી વાતાવરણનો આનંદ માણતા હોય છે.તેમજ કેટલાક પર્યટકો તેમની સાથે લાવેલ નાસ્તો કરી કચરો તેમજ ખંડીત મૂર્તીઓ અને ભગવાનના ફાટેલા ફોટા નદીમાં નાખી નદીને દુષિત કરે છે. લાંબા સમયથી વરસાદ ન થવાના કારણે નદીના પટમાં કચરાના ઢગ ખડકાયા છે.બીજી તરફ કોરોના ના કારણે લાંબા સમયથી કોઇ સંસ્થા દ્વારા નદીની સફાઇ કરવામાં ન આવેલી હોવાથી નદીમાં કચરાના ઢગલા તેમજ ભૂંડ ફરતા જાેવા મળી રહ્યા છે. જેથી અત્યારે જે યાત્રીકો દર્શન કરવા જાય છે. તે નદીમાં કચરો જાેઇ કચવાટ અનુભવી રહ્યા છે. તો જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી નદીની સફાઇ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.તંત્ર દ્વારા પણ આ બાબતે ગંભીરતા દાખવી નદીની સફાઇ કરાવવામાં આવે તે જરૂરી છે.

વરસાદ ન થવાના કારણે અત્યારે નદીમાં પાણીની આવક નથી
બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ અત્યારે ખુબ ઓછુ હોવાના કારણે બાલારામ નદીમાં માત્ર પાણીના ખાબોચીયા ભરેલા છે. તેમાં પણ પર્યટકો દ્વારા ખંડીત મૂર્તિઓ તેમજ ભગવાનના ફોટાઓ અને પૂજાપો નાખી નદીને દુષિત કરવામાં આવી રહી છે. જેથી તે વિસ્તારમાં યાત્રીકો જવાનું ટાળતા હોય છે.

નદીમાં ગંદકી કરનારને દંડ કરવો જાેઇએ
નદીની પૂજા થતી હોય છે.જેથી નદીમાં ગંદકી કરવી ન જાેઇએ તેમજ નદીના વિસ્તાર તેમજ મંદિરની આજુબાજુમાં ગંદકી ન કરવા અંગેના વધુમાં વધુ સુચનાના બોર્ડ લગાવી લોકોમાં જાગૃતી લાવવી જાેઇએ તેમ છતાં કોઇ પર્યટક દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવામાં આવતી હોય તેવી વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરવો જાેઇએ. તેમજ વ્રતમાં પ્લાસ્ટિક ઓફ પેરીસની મૂર્તિનો ઉપયોગ ન કરી પૂજામાં માટીની મૂર્તિનો ઉપયોગ કરવો જાેઇએ. જેથી નદીમાં માટીની મૂર્તિઓ સહેલાઇથી ઓગળી શકે છે.તેમજ સદ્દભાવના ગ્રૂપ દ્વારા આગામી દિવસોમાં નદીની સફાઇ કરી સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.